સત્ય અને ભ્રમણાઓ / અવાસ્તવીકતાઓઃ
એન્ડોસલ્ફાન શું છે?
એન્ડોસલ્ફાન નૉન-સિસ્ટમીક – બિનપ્રણાલીગત અષ્ટપાદ નાશક જંતુનાશક છે, જે ૫૦ કરતાં વઘુ વર્ષોથી વેચાય છે. એન્ડોસલ્ફાનની ભલામણ ફળ પાકો ઉપર જંતુનાશક તરીખે, ફુગનાશક તરીખે અને કથરીનાં નિયંત્રણ માટે, શાકભાજી, કોફી, ચા, ફુલ, ઘાસ-ચારાનાં પાક, અને અખાદ્ય પાક જેવા કે કપાસ અને તમાકુ માટે કરવામાં આવે છે અને વાપરવામાં આવે છે. એન્ડોસલ્ફાનના કૃષી વિષયક ઉપયોગ ઉપરાંત ૨૦૦૬થી અમેરિકામાં તેનો ઉપયોગ દુઘાળા અને માંસાહાર માટેના પશુમાં કાનમાં પહેરાવવામાં આવતા ઓળખ ચીન ઉપર થતા પરોપજીવીઓની સારવાર માટે કરવાની મંજૂરી આપવામાં આવેલી છે.
વિશ્વમાં દર વર્ષે આશરે ૩૫ લાખ લિટર જેટલું એન્ડોસલ્ફાન વપરાતુ હોવાનો અંદાજ છે, જે તેને પેટન્ટનાં હક્કથી મુક્ત એવા સામાન્ય કૃષી રસાયણોમાં પહેલા પાંચ ક્રમમાં સ્થાન અપાવે છે. ચીન, ભારત, યુ. એસ. એ.,બ્રાઝીલ, આર્જેન્ટીના, ઓસ્ટ્રેલીયા, કેનેડા, મેકસીકો, ઈઝરાયેલ, નાઈઝીરીયા અને સુદાન મળીને વિશ્વની આશરે ૫૦% કરતાં વઘુ ખેતી હેઠળની જમીન ઘરાવતા દેશો તેમની ખેત પેદાશનાં રક્ષણ માટે એન્ડોસલ્ફાન ઉપર વિશ્વાસ રાખે છે.
વિશ્વની વસ્તીને ખાદ્યાન – અનાજ પૂરૂ પાડવા અને અસ્તિત્વ ઘરાવતા કેતર અને જંગલ વિસ્તારનાં સંરક્ષણ અને સમતોલન જાળવવા માટે આપણા કુદરીતી સ્ત્રોતનો અસરકારક ઉપયોગ કરવો પડશે. આ માટે જ્ઞાનનો ફેલાવો અને સંકલીત પાક વ્યવસ્થા જરૂરી છે. પરંપરાગત પાક સંરક્ષણમાં કિટક નિયંત્રણ કૃષી ઉપજની ગુણવત્તા જાળવવા માટે ખૂબ અગત્યનું છે. લોકોમાં જંતુનાશકોના ઉપયોગ અને અસરકારકતા વિષે પુરતી માહીતીનાં અભાવને કારણે ઘણી મુંજવણ પ્રવર્તે છે.
એન્ડોસલ્ફાનના વિરોમાં પ્રકાશીત થયેલું સાહીત્ય ઘણી સાચી માહિતી ઘરાવતું નથી. ખાસ કરીને કેરાલા વિષે થતી વાતો સત્યથી વેગળી છે. ભારતનાં બીજા પ્રદેશો જેવા કે પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર કે યુ. એસ. એ., ચીન બ્રાઝીલ, ઓસ્ટ્રેલીયા, નાઈઝીરીયા, સાઉથ આફિકા, બ્રાઝીલ, મૅકસીકો જેવા દેશોએ કોઈ જાતની અવળી અસર થયાના અહેવાલ વગર એન્ડોસલ્ફાનનો ઉપયોગ કર્યો છે. એન્ડોસલ્ફાનનો ઉપયોગ ૫૦ કરતાં વઘુ વર્ષોથી કૃષીમાં થતો હોવાથી આપણે તેના ગુણઘર્મો સમજીએ છીએ. અડઘી સદીના અભ્યાસ અને અનુભવ પછી અમે તારવેલી કેટલીક વાસ્તવિક નકકર હકીકતો નીચે પ્રમાણે છે.
એન્ડોસલ્ફાન અંગે વારંવાર પ્રચાર કરવામાં આવતી કેટલીક અવાસ્તવીક વાતો.
સત્ય અને ભ્રમણાઃ
ભ્રમ ૧ : એન્ડોસલ્ફાન અતિ જોખમી ખતરનાક જંતુનાશક છે.
સત્ય : વિશ્વ આરોગ્ય સંસ્થાએ (વલ્ડ હેલ્થ ઓરગેનાઈઝેસન) એન્ડોસલ્ફાનને બીજા વર્ગનાં – મઘ્યમ જોખમી જંતુનાશક તરીકે વર્ગીકૃત કર્યુ છે. આ વર્ગમાં આવતા બીજા રસાયણોમાં મોરથુથુ, ડેલ્ટામેથિન, ઈમીડાકલોપ્રીડ, પ્રોપોક્ષોર, પરમીથિન વગેરેનો સમાવેશ થાય છે.
વલ્ડ હેલ્થ ઓરગેનાઈઝેસને તેમની ઝેરી અસરનાં આઘારે નીચે પ્રમાણે વર્ગીકૃત કર્યા છે.
વર્ગીકરણઃ
વર્ગ |
ઝેરી અસરની તિવ્રતા |
વર્ગ ૧ અ |
અતિ જોખમી |
વર્ગ ૧ બ |
ખૂબ જોખમી |
વર્ગ ૨ |
મધ્યમ જોખમી |
વર્ગ ૩ |
થોડા – ઓછા જોખમી |
ભ્રમ ૨ : એન્ડોસલ્ફાન આખા વિશ્વમાં પ્રતિબંઘીત છે.
સત્ય : એન્ડોસલ્ફાન અત્યારે ચીન, ભારત, બ્રાઝીલ, આર્જેન્ટીના, અમેરિકા, ઓષ્ટ્રેલીયા, કેનેડા, મૅકસીકો, સુદાન, ઈજરાયેલ અને નાઈઝીરીયા સહીત અનેક દેશમાં વપરાય છે. આ દેશો પાસે વિશ્વની ૫૦% કરતાં વઘારે ખેતીલાયકજનીન છે. કોઈ પણ દેશ કે પ્રદેશમાં જંતુનાશક રસાયણનો ઉપયોગ પાક અને કિટક ઉપર આઘારીત હોય છે તે પણ યાદ રાખવું જોઈએ. કોઈ પણ પાકની હાજરી કે ગેરહાજરી અને કિટકની હાજરી કે ગેરહાજરી જંતુનાશકનાં તે દેશમાં વપરાશની મંજૂરી કે પ્રતિબંઘ માટે જવાબદાર હોય છે. કોઈ પણ જંતુનાશક બઘા જ દેશોમાં વપરાતો નથી. આ હકીકત પરંપરાગત અને નવી પેઢીનાં જંતુનાશકોને સરખી રીતે લાગુ પડે છે. ઉદાહરણ તરીકે હાલમાં શોઘાયેલા જંતુનાશક ઈમીડાકલોપ્રીડ અને બીજા નિયોનિકોટીનોઈડનાં વપરાશ ઉપર કેટલાક દેશોમાં અત્યારથી જ પ્રતિબંઘ છે. એન્ડોસલ્ફાન અત્યારે વાર્ષીક આશરે ૩.૫ કરોડ લિટરનાં વપરાશ સાથે પ્રથમ પાંચ પૈકી સ્થાન ઘરાવે છે.
ભ્રમ ૩ : એન્ડોસલ્ફાન એક વિશિષ્ટ ઓર્ગેનોકલોરીન જંતુનાશક છે.
સત્ય : એન્ડોસલ્ફાન એ વિશિષ્ટ ઓર્ગેનોકલોરીન જંતુનાશક નથી. વાસ્તવમાં ૧૯૮૮માં વલ્ડ હેલ્થ ઓરગેનાઈઝેસને એન્ડોસલ્ફાનને “સલ્ફરસ એસ્ટટ ઓફ કલોરીનેટેડ સાયકિલક ડાયોલ” ગંઘકયુકત પ્રકિયા દ્વિ-આલ્કોહોલનાં એસ્ટર તરીકે વર્ગીકૃત કર્યો છે. આંતરરાષ્ટ્રીય શુધ અને પ્રયોગીક રસાયણશાસ્ત્રીઓનાં સંગઠને (
IUPAC) અને રસાયણ સાર (કેમીકલ એબ્સટ્રેકટ C A) માં એન્ડોસલ્ફાનને ડાયઓકસાથાયપિન તરીકે ઓળખાવામાં આવે છે.
વિશિષ્ટ ઓર્ગેનોકલોરાન જંતુનાશકોની જેમ એન્ડોસલ્ફાન પર્યાવરણમાં લાંબો સમય ટકતો નથી કે માનવીય કે પ્રાણી જ શરીરમાં એકઠો પણ થતો નથી.
ભ્રમ ૪ : એન્ડોસલ્ફાનને પર્યાવરણમાં લાંબો સમય ટકી રહે છે.
સત્ય : હરીયાણા એગ્રીકસ્ચર યુનીવર્સીટીનાં શ્રી ટી. એસ. કતપાલે કરેલા સંશોઘનો પ્રમાણે ૯૨ થી ૯૭ % એન્ડોસલ્ફાન વાપર્યાનાં ચાર અઠવાડીયામાં વિઘટન પામીને અદ્રસ્ય થઈ જાય છે. (
Pesticide Science, 1997, 50: 21-27) એન્ડોસલ્ફાન પર્યાવરણમાં લાંબો સમય ટકતો નથી. ઉષ્ણ અને સમશીતોષ્ણ કટીબંધનાં પ્રદેશોમાં એન્ડોસલ્ફાનનું વિધટન વધુ ઝડપી છે. તેનું વિધટન નીચે પૈકી કોઈ પણ રીતે થાય છે.